ભાવનગર મહાનગરપાલિકા કચેરીવાળા બિસ્માર માર્ગનું રૂ. 604 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. જેનું મેયર ભરત બારડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા કચેરીવાળો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. જેને લઈને મનપાના સાશક પક્ષની ટીકાઓ થતી હતી, ત્યારે લાંબા સમય બાદ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ માર્ગનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ચિતરંજન ચોકથી ભીડભંજન મહાદેવ સુધી રૂપિયા 604 લાખના ખર્ચે વાઈટ ટોપિંગ રોડ બનાવામાં આવશે. જે કામનું ખાતમુહૂર્ત કાળા નાળા ચોક ખાતે મેયર ભરત બારડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભારતી શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ, મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.