ભાવનગર: કોંગ્રેસ પ્રેરિત નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ પણ ઝંપલાવશે

ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશના નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા

New Update
ભાવનગર: કોંગ્રેસ પ્રેરિત નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ પણ ઝંપલાવશે

ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશના નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા

Advertisment

ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશ નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા.આ બેંકમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલનો દબદબો હોય જેમાં હાલ જૂની પેનલના સભ્યોએ કાયદાકીય વિવાદને લઈ રાજીનામા આપતા ફરી ચૂંટણી યોજાનાર છે ત્યારે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપે પોતાનું વર્ચસ્વ વધુ પ્રસ્થાપિત ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી હાથ ધરી છે.હજુ થોડા સમય પહેલા જ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં અત્યાર સુધી કોંગ્રેસ પ્રેરિત ડિરેક્ટરો હોદ્દેદાર હતા ત્યારે આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોને ઉભા રાખવામાં આવતા ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હતો અને હવે નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ભાજપ પોતાની પેનલનાં ઉમેદવારો ઉભા રાખશે. જે અંગે પ્રદેશમાંથી પ્રદીપ ખીમાણી પ્રદેશ આગેવાન,કશ્યપ શુક્લ કચ્છ પ્રભારી અને મંજુલાબેન દેત્રોજા બોટાદ પ્રભારી સહિતના આગેવાનો ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી કરવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment