Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 3 દિવસ પહેલા ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

X

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ભાવનગર જિલ્લાના ગારીયાધારની બાગે અમન સોસાયટીમાં રહેતા કાળુ બુકેરા પોતાના 9 વર્ષના બાળક સલીમને ખોડવદરી ગામે પોતાના માતા સુભાનબેનના ઘરે મૂકી કામે ગયા હતા, જ્યાં મિત્રો સાથે રમવા ગયેલ સલીમ ઘરે પરત નહીં ફરતા સુભાનબેને તેના પુત્ર કાળુભાઇને જાણ કરી હતી, અને ત્યારબાદ કાળુભાઇ અને પરિવાર સલીમને આજુબાજુમાં તેમજ બાજુના ગામડામાં તપાસ કરતા કયાંય પત્તો નહિ મળતા ગારીયાધાર પોલીસ મથકે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવાની શંકાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જ્યારે 3 દિવસ બાદ પુત્ર સલીમનો મૃતદેહ ખોડવદરી ગામમાં એક ખાલી પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, બાળકના શરીર પર માર માર્યા હોવાના નિશાન હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પરિવારને હત્યા થઈ હોવાની શનક સેવાઈ રહી છે. સમગ્ર મામલે મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

Next Story