ભાવનગર શહેરમાં ગૌરવપથ પર ટ્રાફિકની સમસ્યાને લઈને મહાનગર પાલિકા અને રાજ્યસરકારની મદદથી શહેરનો પ્રથમ ફલાયઓવર નિર્માણ કરવા આવી રહયો છે જેની કામગીરી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરના ગૌરવપથ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ફ્લાય ઓવર બનાવવાની વર્ષોથી માગણી હતી ત્યારે રાજ્યરકારની મદદથી શહેરનો પ્રથમ ફલાયઓવર મંજૂર થયો હતો જેનું 30મી જુલાઈ 2020થી કામ શરૂ કરવામાં આવ્યું હતું.અંદાજે રૂપિયા 115 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર ફ્લાયઓવરને 24 મહિનામાં કામ પૂર્ણ થવાની બાહેધરી આપેલી હતી.મુદત પૂર્ણ થઈ ત્યારે કામ અધૂરું રહેતા ફેબ્રુઆરી 2024 સુધીની મુદ્દત લંબાવામાં આવી હતી. જ્યારે 37 મહિના અને 25 દિવસમાં આશરે 60 ટકા કામગીરી પહોંચી છે ત્યારે 40 ટકા બાકીનું કામ પૂર્ણ કરવા માટે માત્ર 6 મહિના બાકી છે ત્યારે મહાનગર પાલિકા કમિશનર એન.વી.ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા અધિકારીઓને સાથે લઈને ફ્લાયઓવરની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જેમાં નિરીક્ષણ દરમિયાન 40 ટકા બાકી કામગીરીમાં અડચણ બાધાને નિવારવા જરૂરી સૂચનાઓ આપી હતી