Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2023"નો સમાપન સમારોહ યોજાયો

કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2023"નો સમાપન સમારોહ યોજાયો હતો.

X

કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2023"નો સમાપન સમારોહ યોજાયો હતો.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો.મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભાવનગર અને બોટાદના લોકસભા ક્ષેત્રમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવ 2023 ના ભવ્ય આયોજનનું સમાપન થયું હતું. ખેલ મહોત્સવનો પ્રારંભે તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.૧૯, ૨૦, ૨૧ ઓક્ટોબર દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલ હતો. તા.૨૮,૨૯ ઓક્ટોબર 2023ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં શુટિંગ બોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ જેવી વિવિધ રમતો સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી.જેમાં ફાઇનલ મેચો માં કેન્દ્રિયમંત્રી હાજર રહી ખેલાડીઓના જુસ્સામાં વધારો કર્યો હતો

Next Story