ભાવનગર: CM શિવરાજસિંહ ચૌહાણે જીતુ વાઘાણીના સમર્થનમાં જાહેર સભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી

New Update
ભાવનગર: CM શિવરાજસિંહ ચૌહાણે જીતુ વાઘાણીના સમર્થનમાં જાહેર સભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ભાવનગર ખાતે પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી

ભાવનગર શહેર ખાતે પશ્ચિમ વિધાનસભા 105 ના ઉમેદવાર જીતુ વાઘાણી ના સમર્થનમાં આજે શહેરના વીરાણી સર્કલ ખાતે જંગી જાહેર સભા યોજાઈ હતી જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા એ દરમિયાન તેમણે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર અનેક પ્રહારો કર્યા હતા તેમને પોતાનાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધી પર નિશાન તાકી જણાવ્યું હતું કે ભારત તોડવા વાળા હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે કોંગ્રેસે ભારત તોડવાનું પાપ કર્યું છે