/connect-gujarat/media/post_banners/96025fa491a3452bc356aafe5d8841407d4986cb3838be3f098d38434bdea047.jpg)
ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં વારંવાર બનતી મારામારીની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું.
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી કોઈને કોઈ ઇચ્છનીય ઘટના બને છે. ઘરમાં તોડફોડ કરવી કે મારામારી સર્જાવી અને દુકાનો સળગાવી જેવી ઘટનાઓ રોજબરોજ બનતા પોલીસ તંત્ર માટે ચાવડીગેટ વિસ્તાર માથાના દુખાવા સમાન બની ગયું હતું. ત્યારે નીલમબાગ પોલીસ મથક સહિત ત્રણ ડિવિઝનનો પોલીસનો કાફલો ચાવડીગેટ વિસ્તારમાં પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પ્રોહિબિશન સહીતની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગત દિવસો દરમિયાન વડવા ચાવડીગેટ વિસ્તારમાં બાઈક સળગાવી,ઘર પર હુમલો કરવો અને દુકાન સળગાવી દેવા જેવી ઘટનાઓ બની હતી. ત્યારે પોલીસ તંત્ર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા કોમ્બિંગ હાથ ધરાયું હતું અને વડવા ચાવડીગેટ વિસ્તારમાં ફેલાયેલો ભયનો માહોલ દૂર કરવા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી