ભાવનગર મહાનગર પાલિકામાં નવ એજન્ડા સાથે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં રોડ અને ડ્રેનેજના પ્રશ્ને શાસક પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અધિકારોને આડે હાથ લેવામાં આવ્યા હતા
ભાવનગર મહાનગર પાલિકાની મળેલી સાધારણ સભામાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતીજ્યારે કોર્પોરેશન દ્વારા બોરતળાવમાં પાણી નિકાલ માટે નાના પાઇપ નાખી પાળો તો બનાવ્યો પરંતુ તેમાં કુદરતી વહેણ પણ પૂરી દીધું હોવાને કારણે ગણેશગઢ મફતનગર સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાની ફરિયાદ પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવી હતી જ્યારે શાસક પક્ષના સભ્ય દ્વારા સુર પુરાવી દબાણ થઈ ગયા છે જેથી ડિમોલિશન માટે પણ કમિશનરને સૂચન કર્યું હતું. ચેરમેન દ્વારા મોટા પાઇપ મૂકી પાણીનો નિકાલ કરવા જણાવ્યું હતું તેમજ ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ભાવનગરની કોર્પોરેશનની અણઆવડતને કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે આડેધડ ખોદકામ અને બિસ્માર માર્ગોના પ્રશેન વિરોધપક્ષના સભ્યો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેને શાશક પક્ષના સભ્યોએ પણ સમર્થન આપ્યુ હતું