ભાવનગર: ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

New Update

ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ દરમ્યાન ભાવેશ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમાર તથા સંજય પરમારે ભાવેશના ઘર પાસે કેટલીક બાઇક ભેગી કરી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં 8 જેટલી બાઇક મળી આવી હતી. આ બાઇક અંગે તેઓ પાસે કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેના પગલે પોલીસે રૂ.2 લાખની કિમતની 8 બાઇક કબ્જે કરી હતી.

આરોપીઓની કડક પૂછતાછમાં તેઓએ આ બાઇક અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું અને બાદમાં સુરત ખાતે બાઇક વેચવા જવાની ફેરવી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories