ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે તેમના જન્મદિન નિમિતે ભાવનગર શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું

New Update
ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે તેમના જન્મદિન નિમિતે ભાવનગર શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું

ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણીગુજરાત રાજ્યનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે તા.૧૧ સપ્ટેમ્બરે તેમના જન્મદિન નિમિતે ભાવનગર શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું.જેમાં વર્તમાન સમયે વાઇરલ શરદી, ઉધરસ તપાસી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આપવામાં આવી હતી. સાથે-સાથે શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં વિવિધ રોગ અંગેની તપાસ કરી દવા આપવામાં આવી હતી. આ તરફ ભાવનગર શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃધ્ધજનો, રક્તપિત કોલોની સહિતની સંસ્થાના લોકો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.