ભાવનગર : પાકોનું વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર

જગતનો તાત કાગડોળે જોઈ રહ્યો છે વરસાદની રાહ, રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો બન્યા ચિંતાતુર.

New Update
ભાવનગર : પાકોનું વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર

રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ત્યારે ભાવનગર ખાતે પણ જગતનો તાત વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

ચાલુ વર્ષે ચોમાસા ઋતુની પ્રારંભે જ ભાવનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ આ વર્ષે સારા વરસાદનો અંદાજો લગાવ્યો હતો. ચોમાસાના સારી શરૂઆતને પગલે ભાવનગર જિલ્લામાં ખેડૂતો 3.85 લાખ હેકટરમાં મગફળી, કપાસ, તલ, બાજરી સહિતના પાકોનું વાવેતર કરી ચુક્યા છે. જ્યારે હજુ અંદાજીત 50,000 હેકટરમાં વાવેતર બાકી છે. ત્યારે વાવેતર કર્યા બાદ વરસાદ પાછળ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

મહત્વનુ છે કે, એક તરફ તાઉ'તે વાવાઝોડાએ ખેડૂતોને માઠું નુકશાન પહોચાડ્યું છે જ્યારે બીજી તરફ ખેડૂતો પોતાના ખેતરોના કુવા કે બોરમાં રહેલું પાણી પણ સુકાઈ જતાં સિંચાઇ માટે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે આ તમામ મુશ્કેલી વચ્ચે જગતનો તાત વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જો હજુ થોડા દિવસ વરસાદ નહીં આવે તો જમીનમાં ઉભો કુમળો પાક પાણી વગર બળી જશે અને ખેડૂતોને ભારે નુકશાની સહન કરી, ફરી વાવેતર કરવું પડે તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories