Connect Gujarat
ગુજરાત

ભાવનગર: નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ફીએસ્ટા 2023નો પ્રારંભ,વિવિધ કાર્યક્રમો યોજાશે

ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે “સેલેસ્ટિયલ સેલીબ્રેશન” નું આયોજન ફિએસ્ટા-૨૦૨૩ના બેનર હેઠળ યુવા ઉત્સવની ચાર દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે “સેલેસ્ટિયલ સેલીબ્રેશન” નું આયોજન ફિએસ્ટા-૨૦૨૩ના બેનર હેઠળ યુવા ઉત્સવની ચાર દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ફિએસ્ટા ૨૦૨૩ ના બેનર હેઠળ તા. ૦૧ નવેમ્બર ૨૦૨૩ થી તા. ૦૪ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન આયોજિત કોલેજના યુથ ફેસ્ટીવલ ફિએસ્ટા-૨૦૨૩નો પ્રારંભ થયો છે. આ ફિએસ્ટા યુવા મહોત્સવ એટલે યુવા થનગનાટ અને ઉત્સાહ સાથેની ઉજવણી. આ ચાર દિવસીય ફિએસ્ટામાં મ્યુસીક, ડાન્સિંગ, ફાઈન આર્ટ, ડ્રામા, લિટરેચર, ગ્રાઉન્ડ ગેમ અને ફૂડ ફેસ્ટીવલ જેવી વિવિધ ઇવેન્ટ ની સ્પર્ધામાં પોતાની કલાકૃતિની અભિવ્યક્તિની સાથે મુક્ત આનંદ 3300 જેટલી વિધાર્થીનીઓ માણશે.

Next Story