Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સાવચેતીના ભાગરૂપે NDRFની ટીમ સ્ટેન્ડ બાય

ભાવનગર જીલ્લામાં હાલ મેઘ મહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે.

X

સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા ઋતુ નો માહોલ જામ્યો છે ભાવનગર જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી સામે અગમચેતીના પગલાં રૂપે એન.ડી.આર.એફની એક કંપનીને તૈનાત કરવામાં આવી છે

ભાવનગર જીલ્લામાં હાલ મેઘ મહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે. હાલ રાજ્યના અનેક વિસ્તારો અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ આવી ગયું છે. જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદ કે પૂરની સ્થિતિ સર્જાય તો કોઈ મોટી જાનહાની ના થાય તે માટે ભાવનગર વહીવટીતંત્ર પણ અગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે તૈયાર છે, જેના ભાગ રૂપે એન.ડી.આર.એફની ટીમને ભાવનગરમાં તૈનાત કરી દેવામાં આવી છે. એન.ડી.આર.એફની એક ટુકડી તમામ જરૂરી સાધનો સાથે તૈયાર રાખવામાં આવી છે. જેમાં તેઓ એમ.એફ.આર, સી.એસ.એસ.આર, એફ.ડબલ્યુ.આર જેવી બચાવ સામગ્રી સાથે તેઓ ભાવનગર આવી પહોચ્યા છે અને તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી જીલ્લાના વિસ્તારોની સ્થિતિ પણ નજર રાખી રહ્યા છે અને કલેક્ટરના આદેશ અનુસાર તેઓ કોઈપણ જગ્યાએ પહોંચી બચાવ કાર્યમાં જોડાશે.

Next Story