/connect-gujarat/media/post_banners/6d72d962a12274abe47dc93d9f10b192ce6d7b110358db35f417a3ce16607146.webp)
ભાવનગર ડી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા હોળી-ધૂળેટીના તહેવારો નિમિતે ડિવિઝન વિસ્તરમાં આવતા કુંભારવાડા વિસ્તરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘલ દ્વારા હોળી ધુળેટીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વોને તહેવારોમાં પકડી પાડવાની સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને ભાવનગર ડી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.વી.એ.દેસાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું॰અત્રે ઉલ્લેખનીય છે કે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તરમાં અસામાજિક તત્વોનો ખુબ અંતક છે જેમાં કુંભારવાડા વિસ્તાર સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે તહેવારોમાં આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી સ્થાનિકોને આશા છે