ભાવનગર: ઘોઘારોડ પોલીસે એક વિસ્તારમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

આડોડિયાવાસમાં જયશ્રી પરમારના મકાનમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસના દરોડામાં મહિલા બુટલેગર ફરાર થઈ જતાં તેની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ભાવનગર: ઘોઘારોડ પોલીસે એક વિસ્તારમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
New Update

ભાવનગર શહેરના આડોડિવાસ વિસ્તરમાં રહેતો પ્રદીપ ઉર્ફે પપ્પુ રાઠોડ અને તેની પત્ની પૂજા રાઠોડે પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂપિયા 61,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે બીજા બનાવમાં આડોડિયાવાસમાં જયશ્રી પરમારના મકાનમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસના દરોડામાં મહિલા બુટલેગર ફરાર થઈ જતાં તેની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રીજા દરોડામાં આડોડિયાવાસ, કતલખાના રોડ પર અંજના રાઠોડના મકાનમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #police #Bhavnagar #Foreign Liquor #Ghogharod #four places
Here are a few more articles:
Read the Next Article