Connect Gujarat
ગુજરાત

ભાવનગર: GST વિભાગે બિલ વગરના ચાર ટ્રક ઝડપી લીધા, તપાસ શરૂ કરવામાં આવી

ભાવનગર ચોકડી સહિતના હાઈવે રોડ પર બિલ વગર ચાલતા ટ્રકોને રોકી તેની પાસેથી યોગ્ય દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા.

X

ભાવનગર જીએસટી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા હાઇવે રોડ પરથી ચાર જેટલા આઇશર ટ્રક ઝડપી ડિટેઇન કરી બહુમળી ભવન ખાતે મોકલવામાં આવ્યા હતા ભાવનગર જીએસટી મોબાઈલ ટીમ દ્વારા શહેરના જુદા જુદા હાઈવે રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન ભાવનગર ચોકડી સહિતના હાઈવે રોડ પર બિલ વગર ચાલતા ટ્રકોને રોકી તેની પાસેથી યોગ્ય દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા.

જીએસટી મોબાઈલ ટીમ દ્વારા કરવામાં આવેલા આ ચેકિંગ કામગીરીમાં જુદા જુદા હાઈવે રોડ પરથી યોગ્ય દસ્તાવેજ વગરના ચાર આઇસર ટ્રક મળી આવ્યા હતા. જે આઇસર ટ્રકોમાં ભરેલા માલ અંગે યોગ્ય બિલ કે દસ્તાવેજો ન હોવાને લઈને તમામ વાહનોને જીએસટી મોબાઈલ ટીમ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. અને બહુમાળી ભવન ખાતે લાવવામાં આવ્યા હતા. જે તમામ ટ્રકના માલિકને ટ્રકમાં ભરેલા માલ અંગે યોગ્ય બિલ અને દસ્તાવેજ રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. જે અંગે જીએસટી વિભાગ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું.

Next Story