/connect-gujarat/media/post_banners/61aff40cba58930b7e6591caf40540bdeeab1a6c32438656f7479b3698cd38b6.jpg)
ભાવનગર પોલીસે બાતમીના આધારે શહેરના રુવાપરી રોડ પર આવેલ ભાડાની જગ્યામાં ભેળસેળ કરીને પનીર બનાવતી ફેકટરીમાં તપાસ હાથ ધરતા મિલ્ક પાઉડર,વનસ્પતિ તેલ,ઘી,સહિત શંકાસ્પદ વસ્તુ મળી આવતા આરોગ્ય વિભાગને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી.
નફા ખોરીના લાલચીઓ વારતહેવારમાં પોતાનો નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે જેમાં ખાદ્ય પદાર્થો માર્કેટમાં વેચાણ કરવા માટે વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય છે ત્યારે ભાવનગરમાં રવાપર રોડ પર કાપરા વિસ્તારમાં યોગેશ્વર મંદિર પાસે પ્લોટ નંબર 62 માં રસીદ કાદર લાકડીયા નામનો વ્યક્તિ વહીવટ કરી પનીર બનાવતો હતો જ્યાં પોલીસ દ્વારા સ્થળ તપાસ કરતા પનીર બનાવવામાં મિલ્ક પાઉડર, વનસ્પતિ તેલ,ઘી, જેવી સામગ્રી મળી આવતા તાત્કાલિક, આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યારે ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડો સિન્હા તેમજ ફૂડ સેફટી ઓફિસર દેવાંગ જોશીની ટીમ ફેક્ટરીએ આવી પનીરના નમૂના લેવામાં આવ્યા તેમજ અન્ય ચીજ વસ્તુ સહિત 108 કીલો પનીરનો નાસ કરવામાં આવ્યો હતો.આ ફેકટરીનો મુખ્ય મલિક ભરૂચનો હોવાનું સામે આવ્યુ છે.