ભાવનગર : જગન્નાથ રથયાત્રાને લઈને IGની સમીક્ષા બેઠક, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

પોલીસ કોન્ફરન્સ હોલ ખાતે રેન્જ I. G અશોક યાદવની અધ્યક્ષતામાં ભાવનગર રથયાત્રા સમિતિના સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

New Update
ભાવનગર : જગન્નાથ રથયાત્રાને લઈને IGની સમીક્ષા બેઠક, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

ભાવનગર રેન્જ I. Gની અધ્યક્ષતામાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

ભાવનગર પોલીસ કોન્ફરન્સ હોલ ખાતે રેન્જ I. G અશોક યાદવની અધ્યક્ષતામાં ભાવનગર રથયાત્રા સમિતિના સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાવનગર પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ, ASP સફીન હસન,એ.એમ.સૈયદ,નાયબ પોલીસ અધિક્ષક ST/SC સેલ ભાવનગર, ડી.ડી.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક, ભાવનગર તથા ભાવનગર શહેર પો.સ્ટે.ના તમામ થાણા અધિકારી હાજર રહ્યા હતા. જેમાં સફીન હસન ASP દ્વારા રથયાત્રા સમિતિના સભ્યોનું સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું તથા રથયાત્રા/શોભાયાત્રા દરમિયાન કોમી એખાલસતા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ કરવામાં આવે તે માટે રેન્જ I. G અશોક યાદવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ રથયાત્રા દરમિયાન સારું ડેકોરેશન, શિસ્તતા, નવિનતા તથા સમાજમાં સારો સંદેશ આપનાર ત્રણ ફ્લોટ્સ ઇનામ આપી પોલીસ મહાનિરીક્ષક દ્વારા સન્માનિત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.