ભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા સામે આવ્યા, જાણો સમગ્ર મામલો
ભાવનગરના પોલીસ બેડામાં મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સાથે ભુજના પીએસઆઈ રાકેશ કટારાએ પોતે પરણિત હોવા છતાં તેના પત્ની સાથે અણબનાવ હોય અને તેને છૂટાછેડા આપવાની લાલચ આપી મહિલા પીએસઆઈ સાથે નીકટના સંબધો કેળવ્યા
ભાવનગરના પોલીસ બેડામાં મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સાથે ભુજના પીએસઆઈ રાકેશ કટારાએ પોતે પરણિત હોવા છતાં તેના પત્ની સાથે અણબનાવ હોય અને તેને છૂટાછેડા આપવાની લાલચ આપી મહિલા પીએસઆઈ સાથે નીકટના સંબધો કેળવ્યા હતા. જેમાં મહિલા પીએસઆઈને રાકેશની હકીકતની જાણ થતા તેમણે આ બાબત રાકેશને કહેતા રાકેશે તેને બ્લેકમેઈલ કરી તેની પાસેથી સાડા પાંચ લાખ રૂ.ની રોકડ અને સોનાના દાગીના લઇ જઈ દુષ્કર્મ આચરતા ભાવનગર બી. ડીવીઝનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી પીએસઆઈ ને ઝડપી લઇ તેના બે દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં ભારે ચકચાર જગાવનાર અને રાજ્યના સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરતી ઘટના કે જેમાં ભુજ પોલીસ મથકમાં ફરજ બજાવતા રાકેશ કટારા નામના પીએસઆઈ એ પોતાની પત્ની સાથે અણબનાવ હોય તેવી મનઘડત કહાની બનાવી ભાવનગરના પોલીસ બેડામાં મહિલા પીએસઆઈને પોતાની પ્રેમજાળમાં ફસાવી નિકટતા કેળવી હતી. પરંતુ જયારે મહિલા પીએસઆઈને સાચી હકીકત જાણવા મળી જેમાં રાકેશ કટારાને તેની પત્ની સાથે કોઈ અણબનાવ નથી જેથી આ અંગે મહિલા પીએસઆઈએ રાકેશને વાત કરતા રાકેશે પોતાની પાસે રહેલા મેસેજ અને વિડીયો વાયરલ કરી દેવાની ચીમકી આપી તેને બ્લેકમેઈલ કરવાનું શરુ કરી તેની પાસેથી રોકડ રકમ રૂ. ૩ લાખ તેમજ પાંચ તોલા સોનું મળી કુલ સાડા પાંચ લાખ રૂ. ના મુદ્દામાલની લુંટ ચલાવી તેમજ મહિલા પીએસઆઈ સાથે દુષ્કર્મ આચરતા આ મહિલા પીએસઆઈ એ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિક્ષક ભાવનગરને કરતા આ મહિલાની પોલીસ ફરિયાદના આધારે ભાવનગર પોલીસે ભુજના પીએસઆઈ રાકેશ કટારા ની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી આગળની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
સુરત : ઓલપાડ તાલુકાના ખેડૂતોએ શરૂ કરી ડાંગરની કાપણી, પોષણક્ષમ ભાવ મળતા ...
24 May 2022 8:29 AM GMTનવસારી : 'પાલિકાની મનમાની', પૂર્ણા નદી નજીક ફ્લડ ગેટ કામગીરીમાં...
24 May 2022 7:59 AM GMTકે રાજેશના લોકરમાંથી મળ્યા દસ્તાવેજ, તમામ માલિકોને હાજર રહેવા સીબીઆઈની ...
24 May 2022 7:36 AM GMTશું હાર્દિકને ભાજપમાં સામેલ કરવા બીજેપી હાઇકમાન્ડની લીલીઝંડી ? જાણો...
24 May 2022 7:26 AM GMTવડોદરા : કલાનગરી 10 કલાકારોનો GUJARAT TITANSને પ્રોત્સાહિત કરવાનો...
24 May 2022 6:37 AM GMT