Connect Gujarat
ગુજરાત

ભાવનગર: નાણાકીય વર્ષ 2023-24માં મહાનગરપાલિકાએ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક રૂ.100 કરોડની કરી આવક

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં લાગું કરવામાં આવેલ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક 100 કરોડની આવક થઈ છે

X

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં લાગું કરવામાં આવેલ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક 100 કરોડની આવક થઈ છે

ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિનાથી મિલકત વેરામાં ચાલી રહેલ રિબેટ યોજનાના અંતિમ દિવસે 60 દિવસમાં રૂપિયા 100 કરોડની વસુલાત કરી કોર્પોરેશનમાં ઇતિહાસ રચ્યો છે.ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન 100 કરોડની આવક મેળવી હતી ત્યારે ચાલુ વર્ષે માત્ર 60 દિવસમાં 100 કરોડની વસુલાત પૂર્ણ કરી છે. ગત વર્ષ 2022-23 ના પ્રથમ 60 દિવસમાં 1.39 લાખ કરદાતાઓના 90 કરોડ કર ભર્યો હતો ત્યારે ચાલુ વર્ષે પ્રથમ 60 દિવસમાં 1.47 લાખથી વધુ આસામીઓ પાસેથી કુલ 100.23 કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ 8000 જેટલા કરતાઓનો વધારો તથા દસ કરોડનો વેરા વસુલાતમાં વધારો હાંસલ કર્યો છે.ગત વર્ષે ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં ઘરવેરા વિભાગને 139 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેની સામે 141 કરોડની વસુલાત કરી 102 ટકાની સિદ્ધિ મેળવી હતી. જ્યારે આ વર્ષે 192 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તે પૈકી માત્ર 60 દિવસમાં જ 100 કરોડની વસૂલાત થઈ છે.

Next Story