ભાવનગર: ફરસાણની દુકાનમાં નાસ્તો કરતા ગ્રાહકની પ્લેટમાં જીવાત નિકળ્યુ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી

ભાવનગર શહેરનો બનાવ, ફરસાણની દુકાનમાં નાસ્તાની પ્લેટમાં જીવાત નિકળ્યુ, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરાય.

New Update
ભાવનગર: ફરસાણની દુકાનમાં નાસ્તો કરતા ગ્રાહકની પ્લેટમાં જીવાત નિકળ્યુ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી

ભાવનગર શહેરમાં આવેલા મંત્ર મંદિર વિસ્તારમાં ગોપાલ ફરસાણ હાઉસ નામની દુકાનમાં ગ્રાહકની પ્લેટમાં જીવાત નજરે પડતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં આવેલા મંત્ર મંદિર વિસ્તારમાં ગોપાલ ફરસાણ હાઉસ નામની દુકાનમાં ગ્રાહકના પૌવા બટેકા અને સમોસાની ડિશમાં જીવાત જેવું નજરે પડતા હોબાળો થયો હતો સાગરભાઇ પરમાર નામના વ્યક્તિએ નાસ્તાની ડીશમાં જીવાત નીકળતા દુકાન માલિકને ફરિયાદ કરી હતી.

આ અંગે મહાનગરપાલિકા હેલ્થ વિભાગમાં જાણ કરતા ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ જોશી તેમજ આરોગ્ય અધિકારી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સાગર પરમારની ફરિયાદ પરથી ગોપાલ ફરસાણ હાઉસ ખાતેથી અલગ અલગ ખાદ્ય પદાર્થના નમુના લીધા હતા અને પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.

Latest Stories