/connect-gujarat/media/post_banners/6744a1f7a5457dcebee9bd05ead0da885225578da5ce648aa9e7a4da1f116454.jpg)
ભાવનગરના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે ઉત્તર બુનિયાદી સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પાણીના ટાંકામાં પડી અને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી આ ઘટનામાં પરિવાર અને સમાજના લોકોએ હત્યાના આક્ષેપ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું
ગત તા ૧૩/૩/ ૨૦૨૩ના રોજ પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે લોક વિધાલય વાળુકડ સંસ્થામાં છેલ્લા નવ વર્ષથી અભ્યાસ કરતી કૃપાલી ભટુરભાઈ ડોળસીયા નામની વિદ્યાર્થીની હોસ્ટેલના બીલ્ડીંગની અગાશી પર પી.વી.સી.ના પાણી ભરેલા ટાંકામાં પડી અને પોતે આત્મહત્યા કરી લીધી હતી.જે વિદ્યાર્થીનીની આત્મહત્યા બાબતે પરિવારજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને પોલીસ સમક્ષ કેટલાક મુદ્દાઓ મોકલ્યા હતા. તેમજ પેનલ પીએમની માંગ કરવામાં આવી હતી જેને લઇ પોલીસ દ્વારા તેમનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે યુવતીની હાઈટ કરતાં પાણીનો ટાંકો નાનો હોય જે પાણીના ટાંકામાં ડૂબીને આત્મહત્યા કરે તે શક્ય જ નથી તેની હત્યા કરી તેને પાણીના ટાંકામાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેને લઈને પરિવારજનોને ન્યાય મળે તે માટે કોળી સમાજના લોકો હજારોની સંખ્યામાં એકઠા થઈ ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતેથી રેલી સ્વરૂપે હાથમાં પોસ્ટરો બેનરો લઈ અને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી અને ન્યાય માટેની માંગણી કરવામાં આવી હતી.