ભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં 100થી વધુ કાચબાના રહસ્યમય મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

ભાવનગરના કુંભારવાડા વિસ્તારનો બનાવ, 100થી વધુ કાચબાના રહસ્યમય રીતે મોત.

New Update
ભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં 100થી વધુ કાચબાના રહસ્યમય મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં સૌથી વધુ કાચબાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

ભાવનગરના કુંભારવાડામાં ખાતરવાડીમાં ખુલ્લા પાણી ભરાયેલ પ્લોટમાં વર્ષોથી કાચબા વસાહત કરે છે.આ વિસ્તારમાં આસપાસમાં બેથી ત્રણ જગ્યા મોટી સંખ્યામાં કાચબા વસાહત કરે છે ત્યારે ખાતરવાડીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં 100થી વધારે કાચબાને કાળ ભરખી ગયો હતો. 

રાત્રે જીવિત કાચબાઓ સવારમાં મૃત હાલતે પાણીમાં તરત જોવા મળ્યા હતા અને વહેલી સવાર કાચબાઓ જોઈ શક્યા ન હતા. વનવિભાગે ઘટનાને પગલે તપાસ આદરી છે. મૃત કાચબાની કાર્યવાહી કરી તમામ રિપોર્ટને FSLમાં મોકલવામાં આવ્યા છે.

જોકે FSLના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ કેમિકલ અથવા પોવિઝનથી આ કાચબા મૃત પામ્યા હશે તો તેની તપાસ હાથ ધરવામાં આવશે.

Latest Stories