/connect-gujarat/media/post_banners/a653f8c75fbd0247ff072f2e8280bccad9e4f6bd4b3d20a56a9e855170635c66.jpg)
ભાવનગર શહેરના અક્ષય પાર્કમાં રૂપિયા 2.50 કરોડના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જોકે, આ રોડનું કામ ચાલુ હોય, ત્યારે સ્થાનિકો ટોળાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, ડામર રોડમાં થઇ રહેલું કામ ગુણવત્તાવાળું નથી થતું. ઉપરાંત આ વિસ્તારમાં ચોમાસાનું પાણી મોટા પ્રમાણમાં આવતું હોય છે. જેથી ડામરનો રોડ ધોવાઈ જતો હોય છે, ત્યારે હવે RCC રોડ બનાવવામાં આવે તેવી માંગ સાથે લોકટોળા રોડ પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સ્થાનિકોએ કલેકટર કચેરીએ ફરિયાદ કરવા અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી.