Connect Gujarat
ગુજરાત

ભાવનગર : માધવ હિલ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં બેઝમેન્ટની 10 દુકાનો કાટમાળમાં દબાય, 15થી વધુ લોકોનું રેસક્યું કરાયું..!

માધવ હિલ કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ.

X

ભાવનગર શહેરના માધવ હિલ કોમ્પ્લેક્સનો આગળનો ભાગ ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનામાં બેઝમેન્ટમાં આવેલ દુકાનોમાં કેટલાક લોકો કાટમાળ વચ્ચે ફસાય જતાં તંત્ર દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરની મધ્યમાં આવેલા તખ્તેશ્વર મંદિર નજીક માધવ હિલ કોમ્પ્લેક્સ બિંલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિતની દુકાનો દબાઈ ગઇ હતી. બનાવની જાણ થતાં જ 108, ફાયરવિભાગ સહિત પોલીસ કમિશનર કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો બીજી તરફ, બેઝમેન્ટની દુકાનોમાં 15થી વધુ વ્યક્તિઓ દબાયા હોવાની આશંકાના આધારે ફાયર બ્રિગેડ દ્વારા રેસક્યું કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તંત્ર દ્વારા 4થી વધુ જેસીબીની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, બેજમેન્ટમાં આવેલ દુકાનોમાં ફસાયેલા 15થી વધુ લોકોનું રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ફસાયેલા અન્ય લોકોને પણ બહાર કાઢવા વહીવટી તંત્ર દ્વારા રેસક્યું કામગીરી યથાવત રાખવામાં આવી છે.

મનપા કમિશનરે જણાવ્યું હતું કે, માધવ હિલ કોમ્પ્લેક્ષમાં 2 માળની બાલ્કની ધરાશાયી થતાં 17થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણએ એક મહિલા પણ દટાયા હોવાની આશંકા છે, ત્યારે 70 જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી છે.

Next Story