Connect Gujarat
ગુજરાત

ભાવનગર : જીએસટીની કૌભાંડમાં મહંમદ ટાટાનો કબ્જો સીટની ટીમે લીઘો,જુઓ શું કરવામાં આવી કાર્યવાહી

નવતર પ્રયોગથી આચરવામાં આવેલ અગિયારસો કરોડના GST કૌભાંડમાં સાબરમતી જેલ ખાતેથી મહંમદ ટાટાનો ટ્રાન્સફર વોરંટના આઘારે S.I.Tની ટીમે કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

ભાવનગર પાલીતાણા નવતર પ્રયોગથી આચરવામાં આવેલ અગિયારસો કરોડના GST કૌભાંડમાં સાબરમતી જેલ ખાતેથી મહંમદ ટાટાનો ટ્રાન્સફર વોરંટના આઘારે S.I.Tની ટીમે કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર પાલીતાણા ખાતે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને લાલચ આપી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પ્રાપ્ત કરી જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ભાવનગરના પાલીતાણા પોલીસ મથકમાં અલગ અલગ ફરીયાદો નોંધાઈ હતી.પાલીતાણા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલ ગુનામાં ભાવનગર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા સાબરમતી જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આઘારે મહંમદ ટાટાનો કબજો મેળવી ભાવનગર ખાતે લાવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મહંમદ ટાટા અગાઉ GST બોગસ બીલિંગના ગુનામાં સાબરમતી જેલમાં કેદ હતો ત્યારે વધુ એક GST કૌભાંડના ગુનામાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજ્યવ્યાપી આચરવામાં આવેલ GST બોગસ પેઢીમાં કેટલા ખુલાસા થશે એ તપાસ બાદ જ બહાર આવશે

Next Story