Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 'મોહરમ એ હિજરી સંવતનો પહેલો મહિનો', મુસ્લિમ સમાજના લોકોએ મહેંદી મુબારક મનાવી

મોહરમ પયગંબર મોહમ્મદના પુત્ર ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. જેમાં ભાવનગર મુસ્લિમ સમાજના લોકોએ મહેંદી મુબારક મનાવી હતી

X

.ઇસ્લામિક કેલેન્ડર મુજબ, મોહરમ એ હિજરી સંવતનો પહેલો મહિનો છે.મોહરમ પયગંબર મોહમ્મદના પુત્ર ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. જેમાં ભાવનગર મુસ્લિમ સમાજના લોકોએ મહેંદી મુબારક મનાવી હતી

મોહરમ એ મહિનો છે જેમાં પયગંબર મોહમ્મદના પૌત્ર હઝરત હુસૈન શહીદ થયા હતા. મુસ્લિમોમાં એવી માન્યતા છે કે તેઓ ઇસ્લામના સંરક્ષણ માટે શહીદ થયા હતા. મુહર્રમ ઇસ્લામિક કેલેન્ડરના નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે. તેને હિજરી પણ કહેવામાં આવે છે અને હિજરી વર્ષ મહોરમથી જ શરૂ થાય છે. ઇસ્લામમાં 4 મહિનાને પવિત્ર માનવામાં આવે છે. તેમાંથી એક મોહરમ છે.ત્યારે મોહરમ મહિનામાં મહેંદી મુબારક મનાવવામાં આવે છે.

મહેંદી મુબારક ઇમામ હુસૈના ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે ઇમામ હુસૈના ભત્રીજા હઝરત કાસીમ કરબલાનાં મેદાનમાં કાકા ઇમામ હુસૈન ચારે બાજુથી દુશ્મનોમાં ઘેરાઇ ગયા છે તો જંગ કરવાનો ફેંસલો કરી હઝરતે કાસીમે પોતાનાં કાકા પાસેથી જંગની રજા લઇને મેદાનમાં ગચા અને પોતાની ખાનદાની બહાદુરીનો રંગ દેખાડયો અને અનેક દુશ્મનોને જહન્નમ વાસીલ કર્યા . પરંતુ દુશ્મનોએ દગાથી તેમને ચારેબાજુથી ઘેરીને તેમનાં ઉપર તીરો અને તલવારોનાં અનેક વાર કરી શહીદ કાર્ય હતા જેની યાદમાં મુહરમ મહિનામાં મહેંદી મુબારક માં અનેક લોકો પોતાની મુરાદ માંગે છે તેમજ મુરાદ ફળતા મહેંદી મુબારકના દિવસે પૂર્ણ પણ કરતા હોય છે.

Next Story