ભાવનગર : મોરારીબાપુના હસ્તે કવિ આદિત્ય જામનગરીના કાવ્ય સંગ્રહોનું વિમોચન

New Update

જામનગર જિલ્લાના પત્રકાર તથા કવિ આદિત્ય જામનગરીના હિન્દી-ઉર્દૂ કાવ્યસંગ્રહ 'ચરાગ-એ-દૈર', 'બગાવત' તથા 'ઇંતઝાર'નું મહુવા તાલુકાના તલગાજરડામાં ચિત્રકૂટ ધામ ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર પૂ. મોરારીબાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.


ચિત્રકૂટ ધામ ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર પૂ. મોરારીબાપુના હસ્તે યોજાયેલ કાવ્યસંગ્રહના વિમોચન પ્રસંગે કવિ આદિત્ય જામનગરીના પરીવારજનો તથા પ્રકાશક હેત્વી પબ્લિકેશનના સંચાલક અને જાણીતા કવિ ડો. નીરજ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ કોરોના કાળમાં મર્યાદિત સ્નેહીજનો સાથે સાદગીપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Latest Stories