/connect-gujarat/media/post_banners/06e7c56594dc88a08616cabeeda491ea51974863b3852c413ef786d64dd9a609.jpg)
ભાવનગર શહેરમાં 299મો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે. ત્યારે મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે.સાથો જ બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક નમ્ર સુચન પણ કર્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ નિમિત્તે ભાવનગરના એ મહારાજા કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. એટલું જ નહીં ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું મારું નમ્ર સુચન છે.