ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુનું નમ્ર સૂચન

મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે.

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુનું નમ્ર સૂચન
New Update

ભાવનગર શહેરમાં 299મો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે. ત્યારે મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે.સાથો જ બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક નમ્ર સુચન પણ કર્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ નિમિત્તે ભાવનગરના એ મહારાજા કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. એટલું જ નહીં ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું મારું નમ્ર સુચન છે.

#Connect Gujarat #BeyondJustNews #Bhavnagar #Bharat Ratna #Moraribapu #award #Maharaja Krishnakumar Singhji
Here are a few more articles:
Read the Next Article