હાલ દેશભરમાં ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભાવનગર શહેરમાં સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ જોડાય અંદાજે 450 ટન કચરાનો નિકાલ કર્યો હતો.
સમગ્ર દેશમાં ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભાવનગર મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર મનિષા બ્રહ્મભટ્ટ, ફાલ્ગુન એમ શાહ, મનીષા પટેલ, સીટી એન્જિનિયર દેવ મોરારી સહિતનો કાફલો સ્વચ્છતા ઝુંબેશ માં જોડાયો હતો. જેમાં આજરોજ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ ચિત્રા ફુલસર રોડ પર સફાઈ હાથ ધરી હતી તેમજ ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લા છ દિવસમાં મહાનગરપાલિકાએ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ નારી ચોકડી, આધેવાડા, જુના બંદર રોડ ઉપરનો એન્ટ્રી પોઇન્ટ કુંભારવાડા સહિત ચારથી ચાર પોઇન્ટ વચ્ચે સફાઈ કરીને અંદાજે 450 રન જેટલો કચરો લગભગ બે થી અઢી કિલોમીટર લંબાઈના રોડ ઉપરથી એકઠો કર્યો હતો. ત્યારે સવાલ એ છે કે જો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજવામાંનો ન આવ્યો હોત તો શહેરના પ્રવેશદ્વાર કચરાને ઢગ સમાન બની ગયા હોત.