સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન 'નારી વંદન ઉત્સવ' ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં નારી વંદન ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીએ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતું વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે ભાવનગરમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં ઉત્તમકાર્ય કરનાર કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિભાવરી દવે,જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, અધિકારીઓ કર્મચારીઓ, તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.