Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી

ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે

X

ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે

ભાવનગર પાસેના ભંડારિયા ગામમાં આવેલા બહુચરાજી માતાના સ્થાનકે ઉજવાતા નવરાત્રિ મહોત્સવની 300 વર્ષ કરતા પણ જૂની પરંપરા ચાલી આવી રહી છે. આ પરંપરા મુજબ અહીં ઉજવાતા નવરાત્રિ ઉત્સવમાં આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતીની મહેક આવે છે. આ ગામમાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન આપ્યા વિના શાસ્ત્રોક્ત વિધી અનુસાર નવરાત્રિ ઉજવાય છે. સાથે નવરાત્રિ દરમિયાન માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ધાર્મિક-ઐતિહાસીક નાટકો યોજવામાં આવે છે. ભંડારિયાની ભવાઇ ખુબ જાણીતી અને લોકપ્રીય છે. ભંડારિયાની ભવાઇ જોઇને દાતાના રાજવીએ મુંડકી વેરો માફ કરેલો. જે વાતનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે.

આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઇ વેશો ભજવાતો હતા. ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં 'ગોખ' પાસે ભવાઇ ભજવવા જવાનું નક્કી કર્યું. ત્યાના રજવાડામાં એવો એક નિયમ હતો કે બ્રાહ્મણ હોય તે જ વ્યક્તિ ભવાઇ વેશ માતાજીનાં ગોખની સામે પડમાં રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતા જે હજું આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે.

Next Story