ભાવનગર : શંકાસ્પદ થેલીને તપાસતા મૃત હાલતમાં મળી આવ્યું નવજાત શિશુ, પોલીસ તપાસ શરૂ...

New Update
ભાવનગર : શંકાસ્પદ થેલીને તપાસતા મૃત હાલતમાં મળી આવ્યું નવજાત શિશુ, પોલીસ તપાસ શરૂ...

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

Advertisment

મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ જમપુરી નાકા નજીક કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા સિમેન્ટની થેલીમાં નવજાત શિશુ ફેંકવાની ઘટના સામે આવી છે, ત્યારે થેલી શંકાસ્પદ જણાતા રાહદારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નવજાત શિશુ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં પણ ભેગા થયા હતા, જ્યારે પોલીસે પણ સ્થળ પર પહોચી નવજાત શિશુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યું હતું, જ્યાં ફરજ પરના હાજર તબીબે નવજાત શિશુને મૃત જાહેર કર્યું હતું. તો બીજી તરફ, આ વિસ્તારમાં અવારનવાર નવજાત શિશુને તરછોડવાની ઘટના સામે આવી છે, ત્યારે ફરી એક વખત નવજાત શિશુને કોઈ રઝળતું મુકી ચાલ્યું ગયું છે. જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

Advertisment