ભાવનગર: ન્યૂઝ પેપર એજન્ટની વહેલી સવારે છરીના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV

ઠક્કર ન્યુઝ પેપર એજન્સી ધરાવતા અને નિવૃત બેંક કર્મચારીની બે ઈસમોએ રોડ પર સરાજાહેર છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે

New Update
ભાવનગર: ન્યૂઝ પેપર એજન્ટની વહેલી સવારે છરીના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV

ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં ઠક્કર ન્યુઝ પેપર એજન્સી ધરાવતા અને નિવૃત બેંક કર્મચારીની બે ઈસમોએ રોડ પર સરાજાહેર છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે

ભાવનગર શહેરના ડોન ચોક,જૈન દેરાસર નીચે ઠક્કર ન્યુઝ પેપર એજન્સી ધરાવતા અને શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ રેલીયા સવારે નિયમ મુજબ પોતાની દુકાને આવી અને પેપર ગોઠવતા હતા ત્યારે એ સમયે કોઈ બે ઈસમો સાથે તેને બોલાચાલી થઈ હતી.ત્યારબાદ તેઓ મહિલા કોલેજ તરફ જતા અને ત્યાં ફરી આ બંને ઈસમોએ તેને આંતરતા તે ત્યાંથી પોતાના મોપેડ પર દુકાન તરફ ભાગતા તેને શાશ્વત ફ્લેટ નજીક આંતરી ઉગ્ર બોલાચાલી બાદ બંને ઈસમોએ તેમની પાસે રહેલી છરી વડે જીવલેણ હુમલો કરી છરીના અનેક ઘા ઝીંકી દેતા તે ત્યાં ઢળી પડયા હતા.આ હત્યા સમયે એક બસ અને અનેક બાઇક, સ્કૂટર સવારો ત્યાંથી પસાર થતા સીસીટીવીમાં કેદ થયા હતા પરંતુ હત્યારાઓએ બેખૌફ બની હત્યાને અંજામ આપી રસ્તા પર પ્રકાશભાઈનું મોપેડ હતું તે સાઈડમાં મૂકી નાસી છૂટ્યા હતા.સમગ્ર ઘટના બિલ્ડીંગમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.જેમાં તેઓ હુમલા સમયે ભારે બુમાબુમ કરતા અને હત્યારા નિર્દયી બની અગાઉથી જ હત્યાનો પ્લાન કરી આવ્યા હોય તેમ તેની પાસે રહેલી છરી વડે હુમલો કરતા નજરે પડ્યા હતા.જ્યારે બનાવના પગલે 108 પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ પ્રકાશભાઈનું મોત નિપજી ચૂક્યું હોય તેને એમ્બ્યુલન્સ વડે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે પોલીસે આ બનાવમાં સીસીટીવીના આધારે બંને હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Latest Stories