ભાવનગર : 2 સગા ભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગમાં એક ભાઇનું ઘટના સ્થળે મોત

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો.

New Update

ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતે મામા અને ભાણિયાએ 2 સગા ભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુંજ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં રાજુ વેગડ અને રાહુલ વેગડ નામના મામા ભાણિયાએ 2 સગા ભાઈ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં કુલદીપસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુંજ્યારે ઋતુરાજસિંહને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાને અંજામ આપતા ઉગ્ર બનેલા મામા ભાણિયાએ બચાવવા વચ્ચે પડેલા પડોશીઓ ઉપર પણ બંધુક તાકી અહીંથી જતાં રહેવા કહ્યું હતુંજ્યારે ફાયરિંગની ઘટનાને અંજામ આપી મામા-ભાણેજ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ એસપીડીવાયએસપી, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની તપાસ માટે FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ઘટનામાં પોલીસની વરવી ભૂમિકા પણ સામે આવી છે. રાહુલ વેગડ કેજે બુટલગર હોય અને જેને દારૂનું સ્ટેન્ડ શરૂ કર્યું હતુંજ્યારે મૃતક કુલદીપસિંહ આ વિસ્તારનો માથાભારે ઇસમ હોયજે આવા ધંધાર્થી પાસેથી હપ્તા વસુલ કરતો હતો. દારૂનું સ્ટેન્ડ રાખવું હોય તો હપ્તો આપવો પડશેજે બાબતે રાહુલ વેગડની કુલદીપસિંહ અને ઋતુરાજસિંહના સાથે બોલાચાલી થઈ હતી. જેથી રાહુલે તેના મામા રાજુ વેગડને ફોન કરતા બન્ને ભાઈઓને રાહુલના ઘર પાસે બોલાવી બોલાચાલી કરતા ગુસ્સે ભરાયેલા રાજુ વેગડે તેની પાસે રહેલી રિવોલ્વર વડે બન્ને ભાઈઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસ ઉપર જે આંગળીઓ ઉઠી રહી છેતેમાં શહેરમાં ચાલતા દારૂના સ્ટેન્ડ પોલીસની મહેરબાનીથી ચાલી રહ્યા હોવાની વાત હવામાં ઊડી રહી છેજ્યારે ફાયરિંગ કરનાર રાહુલ પાસે રિવોલ્વર ક્યાંથી આવી તે પણ એક સવાલ છે. હથિયારો ભાવનગરમાં આવી રહ્યા છેઅને પોલીસ અજાણ છેજે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે.

Latest Stories