Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ૨૬૫ સખીમંડલ જૂથને એક એક લાખની સહાય,જિ. પંચાયત ખાતે લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં ચાલતા ૨૬૫ સખીમંડળ જૂથોને ૨૬૫ લાખની ધિરાણ મંજુર કરવામાં આવી છે

X

ભાવનગર જિલ્લામાં વિવિધ તાલુકા વિસ્તરમાં ચાલતા ૨૬૫ સખીમંડલોને રૂપિયા એક લાખની સહાય આપવામાં આવી

ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં ચાલતા ૨૬૫ સખીમંડળ જૂથોને ૨૬૫ લાખની ધિરાણ મંજુર કરવામાં આવી છે. જે પૈકી ૧૭૮ જૂથોને ૧૮૨ લાખની ધિરાણ આપવામાં આવી હતી. તેમજ ૭ સ્વ સહાયક જૂથો ને મુખ્ય મંચ પરથી અને ૧૩૦ જૂથોને પેટા સ્ટેજ પરથી ધિરાણ મંજૂરીના પાત્ર આપવા આવ્યા હતા તેમજ કોમ્યુનિકેટેડના FLCRP, બેંક મિત્ર, ડિયુંપે, નાણાંકીય વ્યવસ્થામાં બે જૂથ, એક ગ્રામ્ય સંગઠન,એક ક્લસ્ટર ફેડરેશના પ્રમુખ,તેમજ સ્વ સહાય જૂથો સાથે સન્માન પૂર્ણ વર્તન અને ધિરાણ તથા બચત ખાતાની શ્રેષ્ઠ કામગીરી કરનાર નવ બૅંક મેનેજર સહિત નાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર ડીડીઓ, કારોબારી ચેરમેન,બાંધકામ કમિટીના ચેરમેન,સામાજિક ન્યાય કમિટીના ચેરમેન,જિલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા વિકાસ અધિકારી,નિયામક જિલ્લા ગ્રામ્ય વિકાસ અધિકારી,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર,બેન્ક ઓફ બરોડા તેમજ અન્ય બેન્કના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story