ભાવનગર: ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટા કરવાનો આદેશ, TRBના જવાનોએ વ્યક્ત કર્યો વિરોધ
રાજ્યમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થામાં રાજ્યમાં 9 હજાર જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે.
રાજ્યમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થામાં રાજ્યમાં 9 હજાર જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે. જેમાંથી 6400 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છુટા કરવાનો આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવતા ભાવનગરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો
તાજેતર માં રાજ્ય ના ડી.જી.પી.દ્વારા ટી.આર.બી. જવાનો ને છુટા કરવાનો આદેશ કરવાંમાં આવ્યો છે ત્યારે ભાવનગર માં ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા ટી.આર.બી જવાનોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજુ કરી હતી. જેમાં ટી.આર.બી જવાનો એ જણાવ્યું હતું જે ટી.આર. બી માં ફરજ બજાવતા મોટાભાગના કર્મચારી ગરીબ પરિવાર માંથી આવે છે જેનું ગુજરાન પણ તેના પગાર પર ચાલતું હોય છે ત્યારે આ કર્મચારી ઓને છુટા કરવાથી આર્થિક રીતે પરિવારની તકલીફો વધશે ત્યારે ટી.આર.બી જવાનોnr છુટા કરવાની જગ્યાએ અન્ય કોઈ યોગ્ય નિર્ણય લેવાઈ તેવી વિનંતી કરવામાં આવી હતી
અન્ય ટી.આર.બી દ્વારા જણાવમાં આવ્યું કે હાલ ટી.આર.બી.જવાનોમાં અનેક કર્મચારી પોતાની ઉંમરને લીધે બીજું કોઈ કામ કરી શકતા નથી ત્યારે ટી.આર.બી.માં ફરજ બજાવી આત્મનિર્ભર જેમ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે તેમજ જો ટી.આર.બી જવાનોની કોઈ અન્ય ફરિયાદ હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છુટા કરી દેવા જોઈએ જ્યારે એક સાથે એટલા બધા ટી.આર.બી. જવાનોને છુટા કરવાથી ઘણા પરિવારની આર્થિક પરિસ્થિતિ પડી ભાંગે એવુ મંતવ્ય રજૂ કર્યું હતું