Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે યોજાય છ ગાઉની પરિક્રમા, જૈન સમાજના બંધુઓની ઉપસ્થિતિ

ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં જૈન સમાજના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર ફાગણ સુદ તેરસે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમા કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા તા. 23 માર્ચ શનિવારના રોજ વિધિવત જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે પાલીતાણા તળેટીથી પરિક્રમા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ છ ગાઉની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લ્હાવો પ્રાપ્ત થયો હતો.

Next Story