ભાવનગર : દરિયાઈ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં ક્ષમતા નિર્માણ માટે પીડીલાઈટ કંપની-સેન્ટ્રલ સોલ્ટનું સંયુક્ત જોડાણ

ભાવનગરના નિયામક ડો. એસ. કન્નન, દરિયાઈ શેવાળ વિભાગના પ્રભારી ડો. વૈભવ મંત્રી તથા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોની દરિયાઈ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણનો હતો. જેમાં ૧૦૦થી વધુ માછીમારો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં પીડીલાઈટ કંપનીના ઉપ પ્રમુખ ડો. પી.કે.શુક્લ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા પ્રખ્યાત પ્રવિણ મહેતા, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના નિયામક સુરસંગ ચૌહાણ તથા આચાર્ય ડાહ્યા ડાંગર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધિત કર્યા હતા. પીડીલાઈટ કંપની તથા સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના સહયોગથી ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોનું દરિયાઈ શેવાળની ખેતીની દ્વારા આવક વધારવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. જેમના માટે આ બંને સંસ્થાઓ એ કરાર કરી માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતો માટે એક ઐતહાસિક યુગની શરૂઆત કરી. આ સૂવર્ણ તકે સેન્ટ્રલ સોલ્ટના નિયામક ડો. કન્નને ખેડૂતો તથા માછીમારોને સંબોધિત કરી તેમનામાં એક નવી જોશની લહેર ઉભી કરી હતી. એમના સંબોધનમાં તેમને ગુજરાતમાં શેવાળની ખેતીના અવકાશ તથા ફાયદાઓ જણાવ્યાં ઉપરાંત તેમને આશા વ્યક્ત કરી કે, વધુને વધુ માછીમાર પરિવાર આ પ્રવૃત્તિનો લાભ લે અને આગળના સમયમાં સૌ નિષ્ણાંત બને અને પોતાની આવકમાં વધારો કરે. પીડીલાઈટ કંપનીના ઉપ પ્રમુખ ડો. પી.કે.શુક્લએ પણ માછીમારો તથા ખેડૂતોને સંબોધિત કરી પીડીલાઈટ કંપની દ્વારા સૌરાષ્ટ્રની જનતાના લાભાર્થે થઇ રહેલા કાર્યોથી માહિતગાર કરી વધુને વધુ લાભ લેવા પ્રેરિત કર્યા. સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના નિયામક ડો. એસ. કન્નન અને તેમની ટીમ દ્વારા પીડીલાઇટના આર્થિક સહયોગથી સંચાલિત કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રના કૃષિ-બાગાયતી પાકો તથા નવી-નવી તકનીકો અને આર. એન્ડ ડી. પ્રયોગશાળાની મુલાકાત લેવામાં આવી હતી. ડો. એસ. કન્નન અને તેમની ટીમ દ્વારા કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રના પ્રભારી ડો. વિરેન્દ્રસિંઘ ચૌહાણના કામોની ખૂબ સરાહના કરવામાં આવી તથા ખેડૂતો માટે કાર્યરત આ કેન્દ્રની નવી-નવી તકનીતિઓથી તેઓ ખૂબ જ પ્રસન્ન થયાં અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT