ભાવનગર: ડીઝલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોની પોલીસે કરી ધરપકડ

New Update
ભાવનગર: ડીઝલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોની પોલીસે કરી ધરપકડ

ભાવનગર પોલીસને મળી મોટી સફળતા

Advertisment

ડિઝલની ચોરી કરતી ગેંગ ઝડપાય

આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોની ધરપકડ

રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભાવનગરની વરતેજ પોલીસે ભાવનગર સહિત મહારાષ્ટ્ર અને રાજ્યભરમાંથી ડીઝલ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગે આતંક મચાવ્યો હતો. જેમાં વરતેજ પોલીસને મોટી સફળતા મળી છે શહેરના નારી વિસ્તારના દસનાળા નજીકથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક પસાર થતાં તેને રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોરી થયેલા ડીઝલનો જથ્થો મળી આવતા પોલીસે મધ્ય પ્રદેશના ચાર શખ્સને ઝડપી લઈ પૂછતાછ કરતા ચારેય શખ્સો પોપટની માફક પોલીસ સમક્ષ બોલવા માંડયા હતા અને જિલ્લામાં સાત જગ્યાએથી 2600 લીટર ડીઝલ કરી કર્યાનું કબૂલાત કરી હતી જેના આધારે વરતેજ પોલીસે ડીઝલ ચોરી કરતી મધ્યપ્રદેશની આંતરરાજ્ય ગેંગ પાસેથી એક ટ્રક, ૨૧૮૦ લીટર ડીઝલ, ચાર બેટરી, ૬,૬૦૦ રૂપિયા રોકડા, ત્રણ મોબાઈલ ફોન મળી રૂ.૯,૩૬,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત આ ગુનેગારો અગાઉ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડ પર આવેલ આ હાઇવે પર ચોરીના અનેક ગુનામાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment