ભાવનગર: પેપર લીક કાંડમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ, પોલીસ તપાસનો ધમધમાટ

New Update
ભાવનગર: પેપર લીક કાંડમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ, પોલીસ તપાસનો ધમધમાટ

ચકચારી ભાવનાગર MKB યુનિવર્સિટી માં બીકોમ સેમેસ્ટર 6 ના પેપર લીકના મામલે પેપર કાંડમાં મુખ્ય સૂત્રધાર અને આરોપી એવા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગેલાણી સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રાજ્યમાં ભારે ચકચારી અને ફરી રાજ્યના શિક્ષણજગતને કલંકિત કરતી ઘટના જેમાં એક કોલેજના વાઇસ પ્રિન્સીપાલ દ્વારા પોતાના નિજી સ્વાર્થ માટે એટલે કે એક યુવતીને લઈ કરેલા પેપર લીક અને જે પેપર અન્ય લોકોએ અગણિત લોકોને મોકલી 2700 જેટલા પરિક્ષાર્થીઓના ભાવિ સાથે જે ચેડા કર્યા છે જેના ઘેરા પ્રત્યાઘાતો ભાવનગર શહેર અને રાજ્યમાં પડ્યા છે.જેને લઈ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં મળેલી ત્રણ સભ્યોની કમિટીએ આખરે પોલીસમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાની,સૃષ્ટીબેન ખોરડા, અજય લાડુમોર, વિવેક મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Latest Stories