/connect-gujarat/media/post_banners/6c22423f2458718282e4c9cef23055604980eedc05e6c1333e1dfe01282cec7f.jpg)
ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નશાકારક શંકાસ્પદ શિરપનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં આર્યુવેદીક શિરપના લેબલવાળુ પ્રવાહીનું વેચાણ વધી રહ્યું છે.જેનું સેવન અનેક નસોડિઓ કરે છે તેમજ આ શિરપ જાહેર પાનમાવાના ગલ્લા સહિતની જગ્યાએ વેચાતું હોવાથી યુવાનો પણ આની લતે ચઢ્યા છે.ભાવનગર SOG દ્વારા શહેરના જુદા જુદા પાંચ સ્થળોથી ૪૮૫૭ બોટલ જેની કિંમત ૭,૨૮,૨૧૫ થાય છે.દૂકાનો માંથી શંકાસ્પદ નશાકાર પ્રવાહી સીરપનો જથ્થો ઝડપી આલ્કોહલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે