ભાવનગર : પોલીસે જિલ્લામાં ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી રૂ.6.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર જિલ્લામાં હાઇવે પર અને ટ્રાન્સપોર્ટ કચેરી પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી જેક મારી ટાયર ચોરી કરવાના ગુનાહ વધી રહ્યા છે

New Update
ભાવનગર : પોલીસે જિલ્લામાં ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી રૂ.6.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર જિલ્લામાં હાઇવે હોટલ નજીક તેમજ ટ્રાન્સપોર્ટ કચેરી પાસે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ ટ્રક સહિતના વાહનોમાંથી સમાનની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર જિલ્લામાં હાઇવે પર અને ટ્રાન્સપોર્ટ કચેરી પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી જેક મારી ટાયર ચોરી કરવાના ગુનાહ વધી રહ્યા છે ત્યારે થોડા દિવસ પૂર્વે શહેરના નારી ચોકડી પાસે બે આઇસર ટ્રકમાંથી ટાયર ચોરીનો બનાવ બન્યો હતો જેની તાપસમાં વરતેજ પોલીસ કાફલો ગુનેગારોની શોધમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અરવિંદ છગનભાઈ ડોડીયા અને વિશાલ જયંતીભાઈ મકવાણાને ઝડપી લઇ તેમની આગવી ઢબે પૂછપરછ કરતા બન્નેએ નારી ચોકડીથી આગળ કોમલ હોટલની સામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ બે આઇસર ગાડીમાંથી ટાયર ચોરીની કબુલાત આપી હતી. તેમજ ચોરીનો આ સામાન તેઓ ભાવેશ મકવાણા અને મુકેશ મકવાણાને વેચાણ માટે આપતા હોવાનું જણાવતા પોલીસે તે બંને શખ્સોને પણ ઝડપી લઇ ચોરી કરેલ ટાયર નંગ 20, વહીલ પ્લેટ નંગ 20, એક આઇસર ટ્રક અને 04 મોબાઇલ મળી કુલ રૂ. 6,15,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories