ભાવનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતાં અને ભાવનગર બાર એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્ય જયેશ મહેતા સાથે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ASIએ ખરાબ વર્તન કરી લાફા મારી દેતા વકીલોમાં વિરોધ જોવા મળી રહયો છે.
ભાવનગર શહેરમાં રહેતા અને વકીલાત કરતાં તથા ભાવનગર વકીલાત મંડળ - બાર એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર જયેશ મહેતા ગત રોજ રાત્રીના સમયે નાતાલ નિમિત્તે પરીવારને લઈને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ ગયાં હતાં જયાં આ બાઈક પાર્કિંગ બાબતે સિકરયુરિટી તેમજ હોમગાર્ડના જવાના સાથે બોલાચાલી થાત બી-ડીવીઝન પોલીસને સ્થળપર બોલાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં એએસઆઈ જે.જે.સરવૈયાએ વકીલ સાથે તોછડુ વર્તન કરી તેને લાફા મારી ચશ્મા તોડી બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી બાઈક સાથે પોલીસ મથકે લઈ ગયાં હતાં જયાં પણ વકીલ સાથે અસભ્ય વર્તન કરી હોમગાર્ડ મહિલાની છેડતીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.બળજબરીથી માફી નામું લખાવી દંડ વસુલ્યો હતો અને મોબાઈલ આંચકી કોઈ સાથે વાત પણ કરવા દિધી ન હતી આ વ્યથામાથી મુક્ત થયેલ વકીલે પોતાની આપવીતી વકીલ મંડળને જણાવતાં વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આજરોજ બાર એસોસિએશન દ્વારા ભાવનગર જિલ્લા પોલીસવડા રવિંદર પટેલને આવેદનપત્ર પાઠવી પોલીસ કર્મી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા જણાવ્યું હતું