ભાવનગર : રખડતાં ઢોરોને પાંજરે પુરવાની તૈયારીઓ શરૂ, વધુ એક ઢોર ડબ્બો બનશે

ભાવનગરમાં રખડતા ઢોરના વધી રહેલાં ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા માટે મહાનગર પાલિકાએ તૈયારીઓ આદરી છે.

New Update
ભાવનગર : રખડતાં ઢોરોને પાંજરે પુરવાની તૈયારીઓ શરૂ, વધુ એક ઢોર ડબ્બો બનશે

ભાવનગરમાં રખડતા ઢોરના વધી રહેલાં ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા માટે મહાનગર પાલિકાએ તૈયારીઓ આદરી છે.

રાજયભરમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળતો હોય છે અને તેમાંથી ભાવનગર પણ બાકાત નથી. ભાવનગરના રસ્તાઓ પર તમને રખડતા પશુઓ જોવા મળી જ જશે. રસ્તાઓ પર અડીંગો જમાવી બેસી રહેતાં પશુઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે ત્રાસરૂપ બન્યાં છે. ખાસ કરીને જયારે આખલાઓ બાખડે છે ત્યારે આસપાસના રહીશો અને વાહનચાલકોના જીવ તાળવે ચોટી જાય છે. મહાનગર પાલિકાનો દાવો છે કે અત્યાર સુધીમાં એક હજાર કરતાં વધારે રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં પુરી દેવાયાં છે. તેમને બાલા હનુમાન અને અખિલેશ સર્કલ પાસેના ઢોર ડબ્બામાં રખાયાં છે. મહાનગરપાલિકાએ ભલે કામગીરી કરી હોય પણ રખડતા ઢોરોનો ત્રાસ હજી યથાવત છે. રખડતા પશુઓને રાખવા માટે સીડદર નજીક વધુ એક ઢોર ડબ્બો બની રહયો છે.

ભાવનગર મહાનગરપાલિકા ભલે નવો ઢોર ડબ્બો બનાવી રહી હોય પણ શહેરમાં તમે ભ્રમણ કરો એટલે ઠેર ઠેર રખડતા ઢોર જોવા મળશે જ.. થોડા દિવસો પહેલાં જ પાનવાડી ચોકમાં બે આખલાઓ બાખડતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. શહેરના માર્ગોને રખડતા પશુઓથી મુકત બનાવવા મહાનગરપાલિકાએ નકકર કાર્યવાહી કરવી જ પડશે નહિતર અનેક લોકો જીવ ગુમાવશે અથવા હોસ્પિટલ ભેગા થશે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.