ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રા ને લઈ ને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે. ત્યારે ભગવાન જગન્નાથજીના વસ્ત્રો બનવાની પણ શરૂઆત થવા લાગી છે.
ગુજરાતમાં બીજા ક્રમે ભાવનગર ખાતે યોજાતી રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ મોટા ભાઈ બળરામ અને બહેન સુભદ્રાની સાથે જ્યારે નગર યાત્રાએ નિકવાના હોય ત્યારે ભક્તો દ્વારા કોઈપણ રીતે ભગવાને પ્રસન્ન કરતા હોય છે ત્યારે ભાવનગરના હરજીવનદાસ દાણીધારીયા છેલ્લા ૩૦ વર્ષથી ભગવાનના વાઘા બનાવશે. ત્યારે આ વર્ષે ૩૭મી રથયાત્રા યોજાનારી છે . ભગવાન જગન્નાજીની રથયાત્રા નિમિતે વાઘા બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જેને ભગવાન પહેરી અષાઢી બીજના દિવસે ભગવાન ભાવનગરની નગરયાત્રા નીકળશે.