ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીનો પ્રારંભ

ભાવનગર શહેરમાં દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે

New Update
ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીનો પ્રારંભ

ભાવનગર શહેરમાં દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ કોરોના કાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં છે.

ગુજરાતમાં બીજા નંબરે સૌથી મોટી રથયાત્રા ભાવનગર ખાતે કાઢવામાં આવે છે. ભાવનગરમાં છેલ્લા 36 વર્ષથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રણેતા સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને હરુ ગોંડલિયા સંચાલિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે 15થી 17 હજાર ધજાઓથી કેસરિયો માહોલ બનાવવામાં આવશે. અષાઢી બીજના દિવસે શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે માત્ર ભાવનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે રથને બહાર કાઢી લોકોને દર્શન માટે મુકવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે કોરોના હળવો થતાં તા. 1 જુલાઈના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે રથયાત્રા મહોત્સવને ધામધૂમ અને રંગેચંગેથી યોજવામાં આવશે તેમ રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુ ગોંડલીયાએ જણાવ્યું હતું.

Latest Stories