ભાવનગર: પેપર લીક મામલે NSUI દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, કડક કાર્યવાહીની કરવામાં આવી માંગ

ભાવનગર MKB યુનિવર્સિટીના બીકોમ સેમિસ્ટર 6નું ફાઇનાન્સ અને એકાઉન્ટ-2નું પેપર લીક થતા NSUI દ્વારા મુખ્ય સૂત્રધારના ફોટાને બાળી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો

New Update

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની ફાયનાન્સ અને એકાઉન્ટ XII મેનેજમેન્ટ2નું પેપર હતું. આ પરીક્ષાનો સમય 3.30 થી 6.00 વાગ્યો હતો. જો કે પેપર 3.12 વાગ્યે જ વ્હોટ્સએપ પર વાયરલ થઇ ગયું હતું. આ અંગે ટ્વીટ કરીને યુવરાજસિંહે એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ બજાવી હતી. પેપર લીક ઘટનાને ભાવનગર NSUI દ્વારા વખોડી કાઢવામાં આવી છે અને યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય સૂત્ર ધાર અમિત ગલાનીના પોસ્ટર બાળી સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા તેમજ અમિત ગલાની અગાઉ પણ વિવાદો માં સમડ્યો હોવાનું બહાર આવ્યું હતું