ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો

New Update
  • મહુવામાં ખેડૂતોને પડતા પર પાટુ

  • સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા નિરાશા

  • કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી

  • ખેડૂતે રોટવેટર ફેરવીને ડુંગળીનો કર્યો નાશ

  • સરકાર પાસે પોષણક્ષમ ભાવ માટે કરી માંગ

ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનનું મોટું હબ ગણાય છે.જેમાં ખાસ કરીને મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો હતો.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર જિલ્લામાં તળાજા,મહુવાગારીયાધાર,સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન પુષ્કળ હોવા થી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે.પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના બસોથી ત્રણ સો વિઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યા છે. જેમાં એક ખેડૂત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 લાખ 75 હજાર ગુણીની આવક થઇ છે. પરંતુ ગરીબોની કસ્તુરી નો ભાવ પાણી ભાવે અને પડ્યા ઉપર પાટુ પડે એમ હરાજી બોલાઈ છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ બે વકલમાં તૈયાર થાય છે.મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોના 60 પૈસા થી ઉંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે.જે ખેડૂતોને બિયારણના ભાવ કરતા પણ ઓછો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો સમય જોવા મળ્યો છે.અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ 1 મણનો નીચો ભાવ રૂપિયા 12 થી ઉંચો ભાવ રૂપિયા 170 મળ્યો હતો. જેને લીધે ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.

Latest Stories